જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ગાર્ડનિગ નો વર્કશોપ યોજાયો. વર્કશોપમાં ભાગલેનાર શિબિરાર્થીઓને સન્માનિત કારાયા*
જામનગર શહેરની મહિલાઓને વૃક્ષા રોપણ અને ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ પ્રત્યે પ્રોત્સાહન કરવા અને ગાર્ડનિંગ કઇ રીતે કરવું તેની તમામ માહિતી નવાનગર નેચર ક્લબ દ્વારા ગાર્ડનિંગ વર્કશોપનું શહેરમાં આયોજન કરી લોકોને આપવામાં આવી હતી
જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા જામનગરના લોકોને અને ખાસ મહિલાઓને વૃક્ષારોપણ, ટેરેસ ગાર્ડન તથા કિચન ગાર્ડનિંગ વર્કશોપ પ્રત્યે પ્રોત્સાહન મળે તે માટે ગાર્ડનિંગ વર્કશોપ નું આયોજન કરવાં આવ્યું હતું, આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર ના જાણીતા વનસ્પતિ શાસ્ત્રી તેમજ વન વિભાગ ના નિવૃત ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર ઘનશ્યામસિંહ સોઢા દ્વારા લોકોને ટેરેસ અને કિચેન ગાર્ડનિંગ કેવીરીતે બનાવવા તે અંગે ટ્રેનીંગ અને માહિતી આપી હતી
આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ગાર્ડન સમિતિના ચેરપર્શન અને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, સંસ્થાના મહિલા પ્રમુખ અને કોર્પોરેટર હર્ષાબા જાડેજા તેમજ નવાનગર નેચર ક્લબ ના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ઉમેશભાઈ થાનકી, વનરાજસિંહ અને પર્યાવરણપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
https://youtu.be/_KsIiVQi8p4