આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાની ટાર્ગેટ બનાવીને કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા.
સોશિયલ મીડિયામાં સામે વળતો જવાબ આપ્યો.
ટીકા-ટિપ્પણી કરનારાઓને ફક્ત ગણપતભાઈ વસાવા જ દેખાય છે કેટલાક લોકો ઇરાદાપૂર્વક આ પ્રશ્નને ડાઈવર્ટ કરી રહ્યા છે.
ગુજરાતમાં બે થી ત્રણ આદિવાસી આગેવાનો સિવાય બીજું કોઈ ખૂલીને બોલતા નથી.
પક્ષમાં ખુશામતખોર ઓ હોય તેમને ખુલ્લા પાડી ઘરભેગા કરી દેવા જોઈએ.
રાજપીપલા,તા.13
એક તરફ ઘણા વર્ષોથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સૌથી પહેલ કરી મોટી લડાઈ લડી સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.હવે આ જ મુદ્દે કેટલાક લોકો આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપત વસાવાને ટાર્ગેટ બનાવીને કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાઇરલ કરતાં સેલ મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને સોશિયલ મીડિયામાં તેમને વળતો પ્રહાર કરતાં રાજકારણ ગરમાયું છે. તેમને જણાવ્યું હતું કે ટીકા-ટિપ્પણી કરનારાઓને ફક્ત ગણપતભાઈ વસાવા જ દેખાય છે કેટલાક લોકો ઇરાદાપૂર્વક આ પ્રશ્નને ડાયવર્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં બે થી ત્રણ આદિવાસી આગેવાનો સિવાય બીજું કોઈ ખૂલીને બોલતા નથી. પક્ષમાં ખુશામતખોર ઓ હોય તેમને ખુલ્લા પાડી ઘરભેગા કરી દેવા જોઈએ.
હું છેલ્લા પાંચ છ દિવસથી વાંચુ છું કે જેમાં ખાસ કરીને કેટલાક આદિવાસી સંગઠનો આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાને ટાર્ગેટ બનાવીને લખે છે, બોલે છે કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે તેઓ ગણપતભાઈ વસાવાને જવાબદાર ઠેરવે છે. પરંતુ આ મિત્રોને ખબર નથી કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો 1957 થી અન્ય જાતિઓને ખોટી રીતે આપવામાં આવતા હતા અને તેના આધારે હજારોની સંખ્યામાં ક્લાસ-૧, ક્લાસ-૨ તથા ક્લાસ-૩ ની સરકારી નોકરીમાં ખોટા પ્રમાણપત્રો વાળાઓની ભરતી થઈ છે, જે જગ જાહેર છે.
વિવિધ જાગૃત આદિવાસી સંગઠનોએ વારંવાર સરકારમાં રજુઆત કરતા ગણપતભાઈ વસાવાએ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને સત્ય હકીકત થી વાકેફ કર્યા અને આદિવાસીઓ ના હક્ક અને અધિકાર અપાવવા પુરાવા આધારિત રજુઆત કરતા સરકારે વિધાનસભામાં બિલ લાવી કાયદો બનાવાનું ઉત્તમ કાર્ય કર્યું. જે ઐતિહાસિક કાર્ય માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારમાં કરીને બતાવ્યુ.
હું પણ માનું છું કે કાયદો બન્યા પછી ૧૦૦% અમલ થયો નથી, જેના અનેક કારણો છે જેમાં હું જવા માંગતો નથી. પરંતુ તેના માટે જવાબદાર ગણપતભાઈ વસાવા નથી. આદિવાસી સમાજના મોટાભાગના નેતાઓ જવાબદાર છે, આદિવાસી નેતાઓએ બધાએ મળીને અને સંગઠિત થઈ સરકારમાં રજુઆત કરવાની જરૂર હતી, તે કરી નથી.
આપણે બધા એક બીજાના ટાંટિયા ખેંચવામાંથી ઉંચા આવ્યા નથી. જેઓની જવાબદારી છે, તેવા નેતાઓ ખુશામત ખોરી કરી અંગત સ્વાર્થ માટે, પદ પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરતા હોય છે અને પદ મળી ગયા પછી સમાજ માટે કંઈ જ કરતા નથી. તેવા નેતાઓને કોઈ જ કહેવા તૈયાર નથી, ટીકા ટિપ્પણી કરનારાઓને ફક્ત ગણપતભાઈ વસાવા જ દેખાય છે.
કેટલાક લોકો ઈરાદાપૂર્વક આ પ્રશ્નને ડાયવર્ડ કરી રહયા છે. ગુજરાતમાં બે થી ત્રણ આદિવાસી આગેવાનો જેમાં ધારાસભ્ય અંનતભાઈ પટેલ, ધારાસભ્ય ડો. અનિલ જોશીયારા તથા ધારાસભ્ય અશ્વિન કોટવાલ આવા ફક્ત ૪ થી ૫ નેતાઓ સિવાય બીજું કોઈ ખુલ્લીને બોલતા નથી. ગણપતભાઈ વસાવાએ તો એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. તેમને તાકાત આપી તેમની સાથે રહી આદિવાસીના હક્ક અને અધિકાર માટે બધા જ રાજકીય હુંસાતુસી માંથી બહાર આવી આદિવાસી સમાજ માટે અને અધિકાર માટે આગળ આવવાની જરૂર છે, બોલવાની જરૂર છે અને જે પણ પક્ષમાં ખુશામત ખોરો હોય તેમને ખુલ્લા પાડી ઘર ભેગા કરી દેવા જોઈએ. તેવું હું સ્પષ્ટ માનું છું.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા