મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજર થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ‘તમામ મોદી ચોર છે’ કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે.