ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વડોદરાની સાયકલયાત્રા યોજાઇ.

ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વડોદરાની સાયકલયાત્રા યોજાઇ.

  • ૧૦૦ સાયકલ સવારોએ ભાગ લીધો.

રાજપીપલા, તા 12

ભારતવર્ષને એકતાંતણે જોડીને એક ભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જનજાગૃત્તિનું માધ્યમ બની છે. આજે ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરાથી સંસ્થા “The Cycling Club” દ્વારા વડોદરા – સ્ટેચ્યુ ઓફ યુનિટી – વડોદરા સુધીની સાયકલયાત્રા યોજાઇ હતી.


સંસ્થા અવારનવાર સ્વાસ્થ્ય જાગૃત્તી ફેલાવવાનાં ઉદ્દેશ્ય સાથે ફીટ ઇન્ડીયાનો સંદેશ આપવા માટે સાયકલયાત્રા યોજાય છે.આજે વડોદરા – સ્ટેચ્યુ ઓફ યુનિટી – વડોદરા સુધીની ૨૦૦ કીલોમિટરની સાયકલયાત્રા યોજાઇ હતી. સાયકલયાત્રામં જોડાયેલ ૧૦૦ સાયકલસવારોએ ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશને બુલંદ કર્યો હતો.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા