પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો.

રાજપીપળા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની શરૂ થયેલી તંત્રની હિલચાલ.
જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ પાસેથી અભિપ્રાય મંગાવ્યો.
પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો.
2009થી અત્યાર સુધીમાં કોમી રમખાણોના અલગ અલગ વિસ્તારમાં કુલ 8 ગુન્હાઓ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયા નો પોલીસ તંત્રનો અહેવાલ.
રાજપીપળા વિસ્તારમાં આવેલ વિશાવગા સોનીવાડ,ભરાવાની ખડકી, શ્રીનાથજી મંદિર પાસેનો વિસ્તાર, શેઠ ફળિયા,આશાપુરી માતાજી ના મંદિર પાસેના વિસ્તાર, કોહિનૂર હોટલની આજુબાજુનો વિસ્તારમાં અશાંત ધારો ગમે ત્યારે લાગુ કરી શકે.
રાજપીપળા,તા.11
રાજપીપળા શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની શરૂ થયેલી તંત્રની હિલચાલ શરૂ થઈ છે.આ અંગે જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ પાસેથી અભિપ્રાય મંગાવ્યો હતો. જે અનુસંધાને પ્રાંત અધિકારીએ રાજપીપળા અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો અભિપ્રાય આપ્યો છે, જ્યારે 2009થી અત્યાર સુધીમાં કોમી રમખાણોના અલગ અલગ વિસ્તારમાં કુલ 8 ગુન્હાઓ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયાનો પોલીસ તંત્રનો અહેવાલ પણ તંત્રને મળ્યો છે.જેના આધારે રાજપીપળા વિસ્તારમાં આવેલ વિશાવગા સોનીવાડ,ભરાવાની ખડકી, શ્રીનાથજી મંદિર પાસેનો વિસ્તાર, શેઠ ફળિયા,આશાપુરી માતાજી ના મંદિર પાસેના વિસ્તાર, કોહિનૂર હોટલની આજુબાજુનો વિસ્તારમાં અશાંત ધારો ગમે ત્યારે લાગુ કરી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી જોકે તેમ થશે તો અન્ય કોમના લોકો દ્વારા વિરોધ થવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ સંગઠનો અને જાહેર જનતા દ્વારા કેટલીક અરજીઓ તથા આવેદનપત્રો આવેલા અને તેમને રાજપીપળા શહેરમાં અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અંગે રજૂઆત કરી હતી.
જેના અનુસંધાને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજપીપળા પાસેથી અભિપ્રાય મંગાવેલો જેમાં પ્રાંત અધિકારીએ પોતાનો અભિપ્રાય પણ આપેલો તે મુજબ સોનીવાડ અને વિસાવગા સીટ નં.13 માં કુલ 370 ઘરો, વિસાવગા તથા ભરાવાની ખડકી સીટ ન. 14માં કુલ 192 ઘરો આવેલા છે. શેઠ ફળિયું શ્રીનાથજી મંદિરનો સામેનો વિસ્તાર સીટ ન. 19 કુલ 51 ઘરો,આશાપુરા મંદિર પાસેના વિસ્તારમાં ભરાવા ખડકી સામેનો વિસ્તાર તથા શેઠ ફળિયું નં. 19 કુલ 30 ઘરો, શ્રીનાથજી મંદિર પાસેનો વિસ્તાર સીટ નં. 20 કુલ 39 ઘરો, સફેદ ટાવર નજીક કોહિનૂર હોટલ સામેનો વિસ્તાર સીટ ન. 21 કુલ 68 મિલકતો, સફેદ ટાવર નજીક કોહિનૂર હોટલની લાઈનનો વિસ્તાર સીટ નં. 25 કૂલ 26મિલ્કતો આવેલ છે.કોહિનૂર હોટલની પાછળ વિસ્તાર સીટ ન.27 માં કુલ 23 મિલકતો આવેલ છે.આ વિસ્તારમાં અલગ અલગ ધર્મના કુટુંબોની મિલકતો આવેલ છે.રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સને 2008થી અત્યાર સુધીમાં કોમી રમખાણોના અલગ અલગ વિસ્તારમાં કુલ 8 ગુન્હાઓ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ છે. જેથી રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિશાવગા, સોનીવાડ,શ્રીનાથજી મંદિર પાસેનો વિસ્તાર, શેઠ ફળીયા,આશાપુરી માતાજીના મંદિર પાસેનો વિસ્તાર, કોહિનૂર હોટલ ની આજુબાજુના વિસ્તારમાં અલગ અલગ ધર્મના કુટુંબની મિલકતો આવેલ હોવાથી સદરહુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજપીપળા એ અભિપ્રાય આપેલ છે.એ જોતાં રાજપીપળામાં ગમે ત્યારે અશાંત ધારો લાગુ થઈ શકે છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા