યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લેવાયો આ નિર્ણય. હવે પછીની તારીખો જાહેર કરાશે.
…………………..
અનલોક 2માં રાજ્યભરમાં દુકાનો રાતે આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટસ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. રાત્રે ૧૦થી સવારના પાંચ વાગ્યા સુધી રાજ્યમાં કર્ફ્યુ રહેશે.
……………….
ભાવનગરમાં નકલી લાયસન્સ બનાવતી ટોળકી ઝડપાઈ.
……………..
બોડેલી નજીક નર્મદા કેનાલમાં બાળકોના જોખમી સ્ટંટ કરતા વિડીયો વાયરલ થયા. જે તેમની માટે નુકશાન નોતરી શકે શકે તેમ હતા.
……………
કેશોદમાં બાઇક ચાલકની આખલા સાથેની અથડામણમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
………………..
જૂનાગઢમાં કૂવામાં પડી જવાથી બે સિંહબાળનું મૃત્યુ થયું
……………………..
વેરાવળમાં પુત્ર એ માતાનું ગળુ દબાવીને તેની હત્યા કરી. મારામારી બાદ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે
પોલીસે આ મુદ્દે પુત્રની ધરપકડ કરી છે.
…………………………
વલસાડ જિલ્લામાં કોરોનાનો 15એ પહોંચ્યો. વલસાડમાં ૩ અને વાપીમાં 12 કેસ નોંધાયા. કુલ મૃત્યુઆંક 169 પહોંચ્યો.
……………………….
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રી બની લૂંટ કરતી ટોળકી ઝડપાઈ. એલસીબીએ આ મામલે ચાર લોકોની ધરપકડ કરી.
…………………………..
ભરૂચના પ્રખ્યાત ડૉ મયંક પીત્તળીયાનું કોરોના થવાને કારણે અવસાન.