નર્મદા જિલ્લામાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા તંત્ર ચિંતિત બન્યુ.
નર્મદા જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેન્ટરોની સંખ્યામાં વધારો.
કુલ-૨૦ થી ૨૧ જેટલા કેન્દ્રો કાર્યરત કરવાનું હાથ ધરાયેલું આયોજન.
રાજપીપલા,તા.11
નર્મદા માં કોરોના ના કેસો મરણના બનાવો વધતા જતા હોઈ જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આરટીપીસીઆરના વધુ ટેસ્ટ થયા અને વડોદરા રિપોર્ટ ના મોકલવા પડે તે માટે ટેસ્ટીંગ લેબોરેટરી હવે નર્મદામાં રાજપીપળા ખાતે જ કાર્યરત થાય તેની જરૂરિયાત હવે ઊભી થઈ છે.એ જોતા નજીકના દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા જણાતા આરોગ્ય તંત્ર હવે આરટીસી આર્ટિસ્ટના કેન્દ્રો વધારવા જઈ રહી છે. જેમાં
નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે. હૈદરે રાજપીપલા ખાતે જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્ય તંત્ર સાથે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા જિલ્લામાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારા સાથે આ કારગીરી વધુ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા પંચાયત ભવન ખાતેથી જિલ્લાભરના આરોગ્ય, શિક્ષણ અને આઇસીડીએસ વિભાગના અિધકારીઓ, કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરીને ઉક્ત કામગીરી માટેની કાર્યયોજના અંગેજરૂરી પરામર્શ સાથે માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે જિલ્લામાં આરટીપિસીઆર ટેસ્ટની કામગીરી વધુ સઘન બનાવવા અંગે હાથ ધરાયેલી કાર્યયોજના વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે વિસ્તૃત ચર્ચાના અંતે નક્કી થયા મુજબ જિલ્લામાં હાલમાં આરટીપીસીઆરના પાંચ ટેસ્ટીંગ કેન્દ્રો કાર્યરત છે. તેની સંખ્યામાં ટૂંક સમયમાં જ વધારો કરીને આ કેન્દ્રોની સંખ્યા ૨૦ થી ૨૧ સુધી લઇ જવાના પ્રયત્નો હાથ ધર્યા છે, જેથી ટેસ્ટની સંખ્યામાં પણ વૃદ્ધિ થાય અને લોકોને ટેસ્ટ માટેની જરૂરી સુવિધા પુરી પાડી શકાય તે પ્રકારનું આયોજન કર્યુ હોવાનું પણ ડૉ. પટેલે વધુમાં ઉમેર્યુ હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા