જામનગર
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ગાયત્રી હવન દ્વારા કરવામાં આવી ઉજવણી.
આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે જામનગર જિલ્લા ભાજપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સહકારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભાજપ કાર્યાલય જામનગર ખાતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે ગાયત્રી હવન દ્વારા ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને હવનમાં આહુતિ આપી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે 71 લોકો દ્વારા યોગ કરી, 71 યોગ સાધકો દ્વારા, 108 આહુતિ આપવામાં આવી હતી.
આ તમામ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ, પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત પદાધિકારીઓ, શહેરના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
બાઈટ: પ્રીતિબેન શુક્લ યોગગુરુ
https://youtu.be/3Go94ddH-9g