રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં તબક્કામાં વધારો કરી 1000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાના ચક્રો ગતિમાન.

નર્મદામાં કોરોનાના રોકેટ ગતિએ કેસો વધતા તંત્ર દોડતું થયું.

રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં તબક્કામાં વધારો કરી 1000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાના ચક્રો ગતિમાન.

સચિન હૈદર યોજેલી તાકિદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં કોવીડના સંક્રમણ ઘટાડવા સઘન પ્રયાસો હાથ ધર્યા.

વડોદરા ખાતે 10 અને સુરત ખાતે પૂરા પાડેલા પાંચ વેન્ટિલેટર રાજપીપળા ખાતે પરત મેળવી લઇ સ્થાનિક કક્ષાએ તેનો ઉપયોગ માં લેવામાં આવશે.

જરૂરી ઓક્સિજન માટેની પાઇપલાઇનની કામગીરી પણ સત્વરે હાથ ધરવા સૂચન.

વૈશ્વિક કોરોના મહામારી ની પણ વર્તમાન સચિવ હૈદરે યોજેલી તાકિદની ઉચ્ચસ્તરીયસમીક્ષા બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા.

રાજપીપલા,તાં.9

નર્મદા કોરોના ના રોકેટ ગતિએ કેસો વધતા તંત્ર દોડતું થયું છે જેમાં હવે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને કોવિડ-૧૯ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા એસ.જે. હૈદરે આજે વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે નર્મદા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ. એમ. ડિંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ, સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે રાજપીપલામાં આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ જિલ્લા પ્રશાસન સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં પણ જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદર અત્રે રાજપીપલા ખાતેથી જોડાયાં હતાં.

જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે ઉક્ત બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લેતાં રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલની હાલની ૧૦૦ બેડની ક્ષમતા ઉપરાંત આયુર્વેદિક ગર્લ્સ અને બોઇય્ઝ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરની ૨૦૦ બેડની ક્ષમતા ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ કોવિડ કેર સેન્ટર ઉભા કરીને ૪૫૬ વધુ બેડની ક્ષમતા સાથે કુલ-૬૫૬ ક્ષમતા થાય અને ખાનગી બે-ત્રણ તબીબો સાથે એમઓયુ કરીને પ્રમથ ફેઝમાં ૭૫૦ ની બેડ ક્ષમતા વધારવા અને જરૂર પડ્યે બીજા ફેઝમાં પણ વધુ ૨૫૦ બેડની ક્ષમતા વધારીને જિલ્લામાં આશરે ૧૦૦૦ બેડની સુવિધા ક્ષમતા સાથેની કાર્યયોજના ઘડી કાઢીને તેને સત્વરે અમલમાં મૂકવાની દિશાના ધનિષ્ટ પ્રયાસો હાથ ધરવા પણ હૈદરે સૂચના આપી હતી.

જિલ્લા પ્રભારી સચિવ હૈદરે નર્મદા જિલ્લામાં તાલુકા મથકે જ કોવિડ કેર સેન્ટર ઉભા કરીને સામાન્ય લક્ષણો ધરાવતાં રૂટીન પ્રકારના કોરોનાના પોઝીટીવ દરદીઓને જે તે તાલુકાના કોવિડ કેર સેન્ટરમાં જ દાખલ કરીને જરૂરી સારવાર પૂરી પાડવા અને ગંભીર પ્રકારના લક્ષણો ધરાવતાં દરદીઓ જ રાજપીપલા ખાતેની જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં દાખલ થાય અને આ રીતે જિલ્લાની હોસ્પિટલ ઉપરનું બિનજરૂરી ભારણ ઘટાડવાનાં કરેલા સૂચનને અમલમાં મૂકવા જણાવ્યું હતું .

વધુમાં રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતામાં વધારો કરવાની સાથોસાથ જરૂરી ઓક્સિજન માટેની પાઇપલાઇનની કામગીરી પણ હાથ ધરવા અને હોસ્પિટલ ખાતે જરૂરી સેવાકીય માળખાગત અને અન્ય આનુસંગિક સુવિધાઓ ઉભી કરવા અને વડોદરા ખાતે-૧૦ અને સુરત ખાતે પૂરા પડાયેલા પાંચ વેન્ટીલેટર રાજપીપલા ખાતે પરત મેળવી લઇ સ્થાનિક કક્ષાએ તેને ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.

આજની આ બેઠકમાં ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ, જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી, હોમ આઇસોલેશન, માઇક્રો કન્ટેનમેન્ટ, સોશીયલ ડિસ્ટન્સીંગ, કોરોના વિરોધી વેક્સીનેશન માટે વધુ સેશન સાઇટ દ્વારા વેક્સીનેશનની કામગીરી વધુ વેગવંતી બનાવવા અંગેની ચર્ચા-વિચારણા દરમિયાન હૈદર તરફથી જરૂરી માર્ગદર્શન સાથે રચનાત્મક સૂચનો કરાયાં હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા