આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ શ્રી રવિભાઇ પટેલ તથા પાર્ટીના પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભીમાભાઈ ચૌધરીના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ, આજરોજ ખેડૂતોના આંદોલનમાં જોડાવા માટે દિલ્હી જઈ રહ્યું છે*

🔴 *આમ આદમી પાર્ટી, ગુજરાત* 🔴

તા.૦૧-૧૨-૨૦૨૦

*” જય જવાન – જય કિસાન “*

ભારત ” ખેતી પ્રધાન ” દેશ છે એ હકીકત દેશના વર્તમાન શાસકો ભુલી ગયા છે.

ભાજપા – શાસકોએ દેશની ખેતીને અને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.

ખેડૂત જગતનો તાત ગણાય એને શાસકોએ ભીખારી બનાવી દીધો છે !

સરકારે ત્રણ કૃષિબીલો પસાર કરીને ખેડૂતોને કોર્પોરેટ કંપનીઓના ગુલામ બનાવવાની કોશિશ કરી છે.

ખેતી અને ખેડૂતોને ભોગે સરકાર ઉદ્યોગપતિઓને માલામાલ કરવાની નીતિ અપનાવી રહી છે.
મોદી-શાહ અદાણી – અંબાણીના ખોળામાં બેસીને દેશનું શાસન ચલાવી રહ્યા છે.

આમ આદમી પાર્ટી સરકારની આ ખેડૂત વિરોધી નીતિનો સખત વિરોધ કરે છે, એ ત્રણેય કૃષિ વિધેયકનો વિરોધ કરે છે અને એને પરત લેવા માટેના દેશભરના ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે.

*આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ શ્રી રવિભાઇ પટેલ તથા પાર્ટીના પ્રદેશ વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભીમાભાઈ ચૌધરીના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ, આજરોજ ખેડૂતોના આંદોલનમાં જોડાવા માટે દિલ્હી જઈ રહ્યું છે.*

દેશનો જવાન અને દેશનો કિસાન દેશનું હીર છે.

આમ આદમી પાર્ટી ” જય જવાન – જય કિસાન ” ના નારાને સાર્થક કરશે.

આમ આદમી પાર્ટીની દિલ્હી – સરકાર દિલ્હીના શહીદ જવાનના પરિવારને રૂપિયા એક કરોડની સન્માન – રાશિ અર્પણ કરે છે અને દિલ્હીના કિસાન પરિવારને પાક – નુકસાનીના વળતર રૂપે પ્રતિ હેક્ટર રૂપિયા પચાસ હજારનું વળતર આપે છે. દિલ્હી સરકારે સ્વામીનાથન રીપોર્ટનો અમલ કરીને ખેડૂતોની મહત્વની જરૂરિયાત પુરી કરી છે.
મોદીજીએ દેશની લશ્કરી તાકાતનો રાજકીય દુરુપયોગ કરીને આર્મીની ગોપનીયતા ધરાશય કરી દીધી છે.
કેન્દ્ર સરકાર ‘ આત્મનિર્ભરતા ‘ ની જાહેરાતો કરીને દેશને વિદેશી રોકાણકારોના – વિદેશી કંપનીઓના હવાલે કરી રહી છે. મોદીજીની કથની – કરણી અલગ હોય છે ! મોદી – શાસનમાં સમગ્ર દેશમાં જુઠનો – જુમલા બાજીનો પુષ્કળ પ્રચાર અને વિકાસ થયો છે ! મોદીજીએ ” સૌનો વિશ્વાસ ” ગુમાવી દીધો છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં ભાજપ સાથે ભાગીદારી કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ભાજપે અનૈતિક, ગુનાઈત અને ગુંડા મવાલીછાપ નેતાઓના હાથમાં દેશનું અને રાજ્યોનું સુકાન સોંપીને નૈતિકતા ગુમાવી દીધી છે.
દેશની જનતાને સત્યને માર્ગે વાળીને, સ્વદેશીનો પ્રચાર – પ્રસાર કરીને ” આત્મનિર્ભર ભારત ” ની સાથે ” નૈતિક ભારત “નું નિર્માણ કરવા આમ આદમી પાર્ટી કટિબદ્ધ બનશે.
ભાજપ – શાસન તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયું છે. કોરોના મહામારીએ ભાજપ શાસકોના કપડા ઉતારી દીધા છે ! કોવીડ હોસ્પિટલોમાં ઠેર ઠેર, અવાર નવાર બનેલી અગ્નીકાંડ ની ઘટનાઓએ ફાયર સેફ્ટીના દાવાના ધજાગરા ઉડાવી દીધા છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ ની કરુણાંતિકા હજી ભુલાઈ નથી. આ ઘટનાઓએ ભાજપ શાસકોના ભ્રષ્ટાચારને અને એની બેજવાબદારીને ખુલ્લાં પાડી દીધાં છે.
દેશની જનતા માટે રોટી – કપડાં, મકાનની સાથે શિક્ષણ – આરોગ્ય – પર્યાવરણ અને રોજગારી જેવા મુદ્દાઓ અત્યંત મહત્વના છે.
કોંગ્રેસ – ભાજપના શાસકો એ બાબતે બિલકુલ બેપરવાહ અને બેજવાબદાર રહ્યા છે. આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં આ બાબતે ઉત્તમ કામગીરી કરીને વિકાસનું એક આદર્શ મોડલ પૂરું પાડ્યું છે.
રાષ્ટ્ર – નિર્માણના લક્ષ્ય સાથે સમગ્ર દેશમાં એ મોડેલનો અમલ કરવા આમ આદમી પાર્ટી તત્પર છે.
ભ્રષ્ટાચાર મુક્ત ભારત, રાજનૈતિક બદલાવ અને સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તનના લક્ષ્યાંકો સાથે આમ આદમી પાર્ટી નવા ભારત નિર્માણ માટે રાષ્ટ્ર – ફલક ઉપર સક્રિય બની ગઈ છે. એ માટે શાસનમાં યુવાનોનું પ્રતિનિધિત્વ અને નેતૃત્ત્વ વધારીને ” યુવા ભારત ” ની શાન વધારશે.

*જય જય ગરવી ગુજરાત, જય ભારત જય જગત.

*પ્રો. કિશોરભાઈ દેસાઈ*
પ્રદેશ પ્રમુખ
આમ આદમી પાર્ટી, ગુજરાત

Tuli Banerjee, Media Chief, Gujarat – 9909220002