કોરોનાના વધતા જતા કેસો સામે હવે શનિ રવિ સોમવાર ત્રણ દિવસ દેડીયાપાડાનું બજાર બંધ રહેશે.
દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા લેવાયો નિર્ણય
રાજપીપલા, તા 9
નર્મદા જિલ્લામા કોરોનાના કેસો સતત વધતા જતા હોઈ શનિ રવિ સોમવાર ત્રણ દિવસ દેડીયાપાડાna બજારો બંધ રાખવાનો
નિર્ણય દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા લેવાયો છે. વેપારી મંડળે દેડીયાપાડાની જાહેર જનતાને જણાવ્યુ છે કોરોના મહામારીને ધ્યાનમાં લઇ દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તા.૧૦/૦૪/૨૦૨૧ શનિવારથી તા.૧૨/૦૪/૨૦૨૧ સોમવાર સુધી સતત ત્રણ દિવસ દેડીયાપાડા બજાર બંધ રાખવામાં આવશે. ત્યાર બાદ પરિસ્થિતીને ધ્યાનમાં રાખી બજાર ખોલવામાં આવશે. જેની સર્વે ગ્રામજનો તથા વેપારીમિત્રોને જાણ કરતા ત્રણ દિવસ બજારો હવે બંધ રહેશે. જોકે દૂધ, મેડિકલ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા