ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. ………………………………
Related Posts
*📍ફતેહપુર (યુપી): ચાંદપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત ઇન્સ્પેક્ટર વિનય પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા*
*📍ફતેહપુર (યુપી): ચાંદપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત ઇન્સ્પેક્ટર વિનય પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા* ➡કામમાં બેદરકારી બદલ સસ્પેન્ડ ➡SP ધવલ…
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.
*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…
■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■
■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…