ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા માસ્ક વીતરણ :

ઋષિવંશી સેવા સમાજ સંઘ ના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા કોરોના ની મહામારી ના કપરા સમય માં ગુજરાત ના અનેક શહેરો માં ઋષિવંશી સેવા સમાજ ના જરૂરિયાતમંદ પરિવારો ને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ . તેમજ ગુજરાત અનેક શહેરો માં રોડ રસ્તા ઉપર ફરજ બજાવતા પોલીસે કર્મચારીઓને રાત્રી નાસ્તો , લચ્છી , છાસ , સરબત , તેમજ ઠંડા પાણી નું વિતરણ કરવામાં આવેલ હતું. ઋષિવંશી સેવા સમાજ સંઘ ના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા દ્વારા તેમજ મહામંત્રી રતીભાઈ સુરાણી દ્વારા ગુજરાતભરમાં માસ્ક વિતરણ કરવાનો અનુરોધ કરાતા તે અંતગર્ત એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ઋષિવંશી સેવા સમાજ સંઘ દ્વારા એસ.ટી. બસ ના મુસાફરો તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડના કર્મચારીઓને માસ્ક નું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્ય માં રમેશભાઈ સુરાણી , મહેશભાઈ રાઠોડ ,અશોકભાઈ જાદવ , સુનિલભાઈ પાડલીયા , કેયુરભાઈ ભટ્ટી ,,ભોલેશભાઈ વૈષ્ણવ, કેતનભાઈ જાદવ, હિતેષભાઇ ખોરજા, હરીશભાઈ શીશાંગીયા,તેમજ કુલદીપ સોલંકી, તેમજ મયુર બગથરીયાં , વગેરે સાથે રહ્યા હતા ….