*આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી*

પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. સમગ્ર મામલે એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, રામોદ ગામની એક યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ અપહરણ કર્તાઓ એ ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું.. જે બાદ અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના મહિલા અધિકારી કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, દુષ્કર્મની વાત તે કોઈને પણ કેસે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારે દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.