રાજપીપળા, તા.7
તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાં થી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી ભરતભાઈ ગોપાલભાઈ તડવી(રહે,ટેકરા કામસોલી) ના લીમડાવાળા ખેતરમાં આવેલ ખુલ્લાંમાં પાણી ખેંચવાની મોટર થી વીજમીટર સુધીનો આશરે 80 ફૂટ તાંબા નો તારવાળો કેબલ વાયર કિ. રૂ.8400/- નો કોઈ સાધન વડે કાપી કોઈ અજાણ્યો ઈસમ દ્વારા ચોરી કર્યાની ફરિયાદ થઈ છે.
તો બીજી ફરિયાદમાં ફરિયાદી અરવિંદભાઈ વલ્લભભાઈ ચાવડા રહે વિજાપુર કામસોલી ગામની સીમમાં આવેલ ખેતરમાં ખુલ્લામાં પાણી ખેંચવાની મોટરથી વીજ મીટર સુધીનો આશરે 80 ફુટ તાંબાનો તારવાળો કેબલ વાયર કિં. રૂ.8400 નો કોઈ સાધન વડે કાપી કોઈ અજાણ્યો ચોરી ચોરી કરી જતા પોલીસે તપાસ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા