ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 150 કરોડ ઉપરના ડ્રગ્સ કેસના ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો.




અમદાવાદ: ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇનના કેસમાં ગુજરાત ATSએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલ સાહિદ કાસમ સુમરો પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું કામ કરતો હતો. આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દિલ્હી આવવાનો છે.

જેથી ગુજરાત એટીએસની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો

એટીએસની માહિતીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ તેમજ એસઓજીની ટીમે જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યાં હતા.ગુજરાત એટીએસ સ્કવોડ જાન્યુઆરી 2020માં પાર પડેલા ઓપરેશનમાં જખૌથી 50 કિમી દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારોને હતા

આ લોકો ડ્રગ્સનાં 35 જેટલા પેકેટને જખૌનાં એક રિસિવરને આપવાનાં હતાં. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી વિદેશમાં પહોંચાડવાનો હતો.આ ડ્રગ ક્ધસાઇટમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ડ્રગ્સને પહેલા જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનું હતું. જે બાદ અફઘાનનાં એક વ્યક્તિ દ્વારા આ ડ્રગની જ્યાં માંગ છે ત્યાં રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. આ અંગે અન્ય એક ખુલાસો પણ થયો હતો.

હુસૈન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ જખૌથી તેને લેવા માટે કોઇ રિસીવર આવ્યો ન હતો. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું. ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં.

જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઇને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું.આ આખું ષડયંત્ર પાર પળે તે પહેલા ગુજરાત એ.ટી.એસએ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા સાહિદ કાસમ સુમરાને ગુજરાત એ.ટી.એસએ દિલ્લી એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે.