🔔 *શોક સમયે સૌજન્ય શિષ્ટાચાર !*
સ્વજનોને ટેલીફોનીક ખરખરાથી સાંત્વના પાઠવવા બાબત : _અનુભવ પછી ટેલિફોનિક સાંત્વના આપવા માટેના કેટલાક સૂચનો આવ્યા છે જે અમલ કરવા જેવા છે._
મરણના દિવસે અને તે પછીના દિવસે ફોન કરવાનું ટાળો.
મૃતકના સ્વજનો અંતિમ ક્રિયામાં, નિકટના સ્વજનોને સાંત્વના આપવામાં અને બીજી કેટલીક વ્યવસ્થાઓમાં રોકાયેલા હોય છે. વળી મરણના આઘાતમાંથી બહાર આવી સ્વસ્થ થઈ, વાત કરવાની સ્થિતિ પર આવવા તેમને સમય જોઈતો હોય છે.
એકવાર ફોન ન ઉપડે તો વારંવાર ફોન ના લગાડો. બની શકે કે તેઓ કોઈ બીજા આગંતુક સાથે વાત કરતા હોય, ભોજન કરતા હોય અથવા મરણ પ્રસંગે લાગતા માનસિક અને શારિરિક થાકને કારણે આરામમાં હોય.
મૃતકના મરણનું કારણ બીજા સગાઓ પાસેથી જાણી લ્યો. મૃતકના સ્વજનને વારંવાર આ કહેવું ગમતું નથી હોતું.
સાંત્વના ખૂબ ઓછા શબ્દોમાં આપો. આપે યાદ કરી ફોન કરવા સમય ફાળવ્યો છે એટલું જ બસ છે. વધુ લાંબી વાતથી કોઈ ફરક પડતો નથી.
વાતને અંત તરફ લઈ જવા તમારે જ પહેલ કરવી. ઘણીવાર બંને બાજુ શબ્દો શોધવાના ફાંફાં પડતા હોય પણ એકબીજાની શરમને કારણે બેમાંથી કોઈ ફોન કાપતું નથી અને બંને હેરાન થતા હોય છે.
શક્ય હોય તો સ્વર્ગસ્થ સાથેના અનુભવો લખીને ફક્ત મેસેજ કરવો.
બધા ગ્રુપમાં ફોરવર્ડ કરવાની જગ્યાએ પર્સનલ શ્રદ્ધાંજલી પાઠવો. સ્વજનોને વ્યક્તિગત મેસેજ કરો જેથી આ પરિસ્થિતિમાં ડરનો માહોલ ના ઉભો થાય.