જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર,જામનગર દ્વારા લીલાવતીબેન શાહની પ્રથમ પુણ્યતિથીએ બે દિવસીય યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો.
આ યોગ કાર્યક્રમમાં ૨ દિવસ દરમિયાન ૮૦૦ બહેનો ભાગ લેશે. મંત્રીશ્રીએ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જામનગરમાં કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના યોગદાનને બિરદાવી આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અનુપ ઠાકર, પ્રાંત અધિકારીશ્રી શહેર આસ્થાબેન ડાંગર, અગ્રણી ઉદ્યોગપતિશ્રી આર.કે.શાહ અને યોગકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ: ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજયમંત્રી
https://youtu.be/ajbbG7CtTVk