વિશેષ અહેવાલ :
રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવારની અનોખી સેવા.
કોરોના સંક્રમણ ડરને કારણે પાડોશીઓ કે સગા- સંબંધીઓ પણ ભોજન કે ટિફિન પહોંચાડી શકતા નથી.
ત્યારે કોરોના દર્દીને ઘરે બેઠા દાળ, ભાત, શાક, રોટલી કચુંબર, સાથેનો પૌષ્ટિક ગરમાગરમ ભોજન પૂરું પાડે છે.
રાજપીપલા, તા. 7
નર્મદામા કોરોના કેસો સતત વધી રહ્યા છે.ત્રણના મોત પણ થયા છે. ત્યારે લોકોમા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખાસ કરીને કેટલાક એવા પરિવારો છે. જેમાં આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો છે. આવા પરિવારોમા મોટાં ભાગના હોમ કોરન્ટાઈન થયા છે.ત્યારે તેમનામાટે બે ટાઈમ જમવાનું બનાવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે.કોરોના સંક્ર્મણના ડર ને કારણે પાડોશીઓ કે સગા સંબન્ધિઓ પણ ભોજન કે ટિફિન પહોંચાડી શકતા નથી.
આવા કપરા સમયે રાજપીપલાની સેવાભાવી સંસ્થા બર્ક ફાઉન્ડેશનનો સેવાભાવી પરિવાર મદદે આવ્યો છે.
રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા
કુલ 48જેટલા પુરા પરિવારને સવાર અને સાંજનું વિનામુલ્યે જમવાનું બકૅ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે 60 થી 70જેટલા અન્ય જરૂરતમંદોને પણ વિનામુલ્યે આપવામાં આવે છે.રોજ કોવીડ 19ના પરિવારના લગભગ દસ ફોન આવે છે.અમારે ત્યાં પણ જમવાનું આપો.અમે તે જ મિનિટે તેમને પૂછે છેતમારું એડ્રેસ આપો. અમેં જમવાનું પૂરું પાડીએ છીએ. દાળ, ભાત, શાક, રોટલી કચુંબર, સાથેનો પૌષ્ટિક આહાર આપીએ છીએ. તેઓની જલ્દીથી રિકવરી આવી જાય.એ માટે રોજ સવાર સાંજનો મેનુ અલગ અલગ હોય છે.તાજુ ગરમાગરમ જમવાનું પહોંચાડવામાં આવે છે.અને સાથે કોઈને બીજી ફળ,બિસ્કીટ, દૂધ,દવા વગેરેની જરૂર હોય તો અમેતે પણ તાત્કાલિક પહોચતું કરીએ છીએ. અમારો ફોન ચોવીસ કલાક ચાલુ હોય છે.
સાંભળીને નવાઈ લાગશે કે બર્ક પરિવારના જ્યોર્જ બર્કે જણાવ્યું હતું કે બપોરે અને સાંજે 48 પરિવારના જમ્યા પછી જ અમે જઈએ છીએ.એમની જમ્યા પછી જમવાનો આનંદ કંઈક વિશેષ હોય છે.અમારું માનવું છે આ સમય છે લોકોની મદદ કરવાનો. કોરોના કપરા કાળમાં કોઈ એક બીજાનું મોઢું પણ જોતા નથી. એવા સંજોગો
મા એમને અમારી ભોજન સેવા પુરી પાડ્યાનો વિશેષ આનંદ છે. કોરોના દર્દીઓ ની સેવા કરવાનો આના કરતા ઉત્તમ સમય મને બીજો કોઈ નથી લાગતો.
કપરા સમયમાં મદદરૂપ કેવી રીતે થવું એ આ બર્ક પરિવાર પાસેથી શીખવા જેવું છે. અન્ય લોકો અને સંસ્થાઓ માટે બર્ક પરિવારનીસેવા કોરોના અને જરૂરિયાતમંદો માટે પ્રેરણારૂપ જરૂર બન્યા છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા