ભાવનગર દ્વારા શરૂ થશે કોવિડ કેર સેન્ટર

રોટરી ક્લબ ઓફ ભાવનગર અને “જીતો” – ભાવનગર દ્વારા શરૂ થશે કોવિડ કેર સેન્ટર !* હાલમાં કોરોના મહામારી ઘણી વધી છે ત્યારે હોસ્પિટલોમાં બેડ મળતા નથી, તેથી ભાવનગરની બે જાણીતી સંસ્થાઓ : રોટરી ક્લબ ઓફ ભાવનગર અને જીતો J.I.T.O., ભાવનગર દ્વારા જ્ઞાનમંજરી વિદ્યાપીઠના સહયોગથી જ્ઞાનમંજરી સ્કૂલ, કાળીયાબીડ – ભાવનગર ખાતે કોવિડ કેર સેન્ટર તા. ૩૦/૪/૨૦૨૧, શુક્રવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ આઈસોલેશન સેન્ટરમાં ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન પણ સાથે જોડાયું છે. સારી ગુણવત્તાની સુવિધા સાથે ડોકટર અને પેરામેડીકલ સ્ટાફની દેખરેખ હેઠળ શરૂ થનારા આ લેવલ-૧ આઈસોલેશન સેન્ટરમાં દરેકને પાર્ટીશન સાથેનો રૂમ અને દરેક બેડ માટે ઓક્સિજનની સગવડતા આપવામાં આવેલ છે. (આઈ.સી.યુ, વેન્ટીલેટર્સ કે ક્રિટિકલ કેરની સગવડતા રાખવામાં આવેલ નથી). લોકોપયોગી કાર્ય માટે હમેંશા અગ્રેસર તથા આગવી ઓળખ ધરાવતી બંને સંસ્થાઓ – રોટરી ક્લબ ઓફ ભાવનગર અને જીતો ભાવનગર – દ્વારા લોકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલ આ લેવલ-૧ આઈસોલેશન સેન્ટરની સેવા લેવા અનુરોધ કરવામાં આવેલ છે.