નજરમાંથી ઉતરી ગયા છો તમે,
તોય,પ્રેમ તમને જ કરવાની ઈચ્છા થાય છે,
શરૂઆત છો તમે દુઃખમાં હાસ્યની,
એટલે જ,ના ઈચ્છતા યાદ આવી જાય છે,
નજરમાંથી ઉતરી…
ગમ ના દરિયામાં પણ તમે ડુંબાડ્યો,
હસતાં હસતાં બે હાથે ધક્કો માર્યો,
કંઇક સારું જો વિચારું તારા હાટુ,
તારાં કરમ બધાં સામે આવી જાય છે,
નજરમાંથી ઉતરી…
પહેલાં તો તમે મને માથા પર બેસાડ્યો,
વાતે-વાતે વાહ-વાહીનો તાજ પેરાવ્યો,
ઘડીકમાં આ ક્યાંથી માવઠું થયું,
સિજનનો બધો પાક બળી જાય છે,
નજરમાંથી ઉતરી….
હેલીક….