મજાની વાત એ છે એકબીજાના આ અલગપણાનો અમને આદર પણ છે અને આનંદ પણ છે.
સ્વતંત્રતા, શાંતિ અને સર્જનાત્મકતા અમને બંનેને જોઈએ જોઈએ ને જોઈએ જ. સ્વભાવે થોડાક મૂડી અમે. ને સાથે બંને ઘણા ફૂડી પણ ખરા. એટલે ક્યાય પણ નવી વાનગી વિશે જાણીએ કે તરત નીકળી પડીએ. ફરવું એ અમારો કોમન ઇન્ટરેસ્ટ. અમને સાથે બેસીને વાર્તાઓ સાંભળવી પણ ગમે અને એમાંય ખાસ કરીને પોતાના જેવા પાત્રો આવે ત્યારે “હું હોત તો આવું કરત અને તું તો આવું કરી સજજ નહી ” એવા ડિસ્કશન પણ કરીએ.
ઉપરની વાત અને આ નીચેની વાત બંનેમાં ઘણો વિરોધાભાસ છે. સમતા, વિષમતા કહો કે લાઇક, ડીસલાઇક પણ આજ બધી વસ્તુઓ અને વાતો છે જેના કારણે અમે સાથે છીએ અને રહીશું. અમારા બંનેનું પેશન અને પ્રોફેશન કાગળ અને કેનવાસ સાથે જોડાયેલું એટલે એમાં અલગપણું ખરું પણ પાછું સામ્ય પણ ખરું. બંને કોરા અને પુરા સફેદ. એટલે બંને પાસે અવકાશ ઘણો નવું સર્જવાનો અને સ્વીકારવાનો. કેટલી મજા પડેને જ્યારે તમે બંને અલગ હોવ છતાં કોઈ એક જગ્યાએ ભેગા થઇ જતા હોવ! આજે દસ મો વેલેન્ટાઈન સાથે ઉજવશું.
પાછલા વર્ષોમાં બંનેએ એક બીજાના સમજવાનો અને સ્વીકારવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે અને કદાચ હજી એટલો મોટો નથી કે પ્રેમ વિશે મોટી મોટી વાતો કરું પણ એક લાગણી છે જેને અભિવ્યક્ત કરવીતી એ કરી. ખાસ અમારા પરિવારનો પણ આમાં ખુબ મોટો ફાળો છે જેમણે અમને આગળ વધવા માટેની વ્યવસ્થા કરી આપી અને ખાસ સમજણપૂર્વક જીવન જીવતા શીખવાડી રહ્યા છે એટલે ચાલશે, ફાવશે ને દોડશે થઇ જશે.
ખેર રશ્મી ને તો હેપ્પી વેલેન્ટાઇન્સ ડે કહીશ જ પણ સાથે અમને બંનેને જેઓ ખુબ પ્રેમ કરે છે અને વ્હાલથી રાખે છે એ તમામ મિત્રો, સ્નેહીઓ અને અમારા મમ્મી પપ્પાને પણ Happy Valentines Day!
એ ફોટોસ મુકું છું. મને તો ગમે જ છે તમને પણ ગમશે.