*BSE એસએમઈ પ્લેટફોર્મ પર 317મી કંપની ચંદ્ર ભગત ફાર્મા લિસ્ટ થઈ*

મુંબઈ, ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.