અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા.
અમદાવાદ:સંજીવ રાજપૂત: હાલ રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાત બાઈકર્સ કોમ્યુનિટીના આશરે 30 જેટલા બાઈકર્સ દ્વારા ટ્રાફિક અવેરનેસનો સંદેશ પાઠવતા રિવર ફ્રન્ટથી એસ જી હાઇવે ખાતે આવેલ એક પાર્ટી પ્લોટ સુધી બાઈકસ રાઈડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સંપૂર્ણ બાઈકર્સ પહેવેશ (હેલ્મેટ, રાઈડિંગ જેકેટ ગ્લવસ અને અન્ય) સાથે ગરબા ગ્રાઉન્ડ પર ત્રણ તાળી, રાસ અને ગરબે ઝૂમયા હતા..
આ બાઈકર્સ રેલી અને ગરબા કરવાના હેતુ અંગે આયોજક વિશાલ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિકને લઈ લોકો હજુ પણ ખૂબ અજાણ હોય છે. ડ્રાઇવ કરતી વખતે રોડ પર કઈ સાઈડ ચાલવું, વાહન કઈ રીતે ચલાવવું, કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે અંગેનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 જેટલા અમદાવાદ, ગાંધીનગર અને કલોલ જેવા શહેરોથી 30 જેટલા ગુજરાત બાઈકર્સ કોમ્યુનિટીથી જોડાયેલ બાઈકર્સ જોડાયા હતા અને ત્યારબાદ ગરબા સ્થળે જઈ બાઈકર્સ પહેરવેશમાં જ ગરબા રમી લોકો સુધી ટ્રાફિક અવેરનેસ નો સંદેશ આપવામાં આવ્યો હતો.