માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.

ગુજ.યુનિ.પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ચૌધરી પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યે પાંજરાપોળ પાસેની જ્હાનવી રેસ્ટોરન્ટની ગલીમાં પહોંચ્યા ત્યારે ત્યાં 5 યુવકો ટોળું વળીને બેઠાં હતાં, જે તમામે માસ્ક પહેર્યો ન હોવાથી પોલીસે તેમને દંડ ભરવાનું કહેતાં, યુવકોએ પોલીસ સાથે ઝગડો કરી ગાળાગાળી કરી હતી. દરમિયાન પાંચેય યુવકોએ પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહને ઘેરી ગડદાપાટુ અને ફેંટો મારી હતી. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ પાંચેયને ઝડપી લીધા હતા.