ગુજરાતની મહિલા અસ્મિતાને લાંછન લગાડતાં એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પહેલાં ભૂજની કોલેજમાં વિદ્યાર્થિનીઓનાં કપડાં કઢાવી માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. તો હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓ સાથે અશોભનીય વ્યવહાર કરવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતી ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. મહિલાઓને કાયમી કરવા લેવાતી ટેસ્ટમાં વિવાદ સર્જાયો છે. મહિલા કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. હંગામી મહિલાકર્મીઓને કાયમી કરવા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવે છે. 10 જેટલી મહિલાકર્મીઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, મહિલાઓ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી પણ માંગવામા આવી હતી. કેટલીક મહિલાઓ તો રડી પણ પડી હતી.
આ ઘટના સામે આવતાં જ હોસ્પિટલ જગતમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ મામલે તાત્કાલિક કર્મચારી યુનિયન એક્શનમાં આવી ગયું હતું. અને કર્મચારી યુનિયન દ્ગારા મ.ન.પા. કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે મ્યુનિસિપલ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજમાં બનેલી માસિક ધર્મની ઘટના બાદ ગુજરાતને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
Sureshvadher only news group
9712193266