રાજપીપલા, તા.2
વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અન્વયે રાજપીપલા નગરપાલિકા દ્વારા રોજ ધન્વતંરી રથના માધ્યમથી નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટરઓની હાજરીમાં રાજપીપલા નગરપાલિકા ગાર્ડની આસપાસ ૫૦ખાણીપીણીની લારીવાળાઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં,અને આ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યાં હોવાની જાણકારી રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમથી મકવાણાએ જણાવ્યું હતું.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા