રાજપીપલાના પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં રમતા જુગારની રેડ.
રાજપીપલા, તા.2
રાજપીપલાના પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં જુગારની રેડ કરતા રોકડ રકમ તથા રૂ.૧૭,૧૬૦/- મુદ્દામાલ સાથે ચાર જુગારીઓને એલસીબી નર્મદા પોલીસે ઝડપી પાડ્યા છે.
નર્મદા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇસ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ જીલ્લાના પ્રોહીબિશન જુગારની ગેરકાયદેસર બદી નાબુદ કરવા વોચ તેમજ બાતમી મેળવવાની સુચના મળતા અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ તથા અ.હે.કો વિજયભાઇ ગુલાબસીંગને બાતમી મળેલ કે પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમાય છે. ત્યાં પહોંચી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગારની રેઇડ કરતા ચાર ઇસમો નામે કિરીટ ઉર્ફે કાલુ ગોવિંદભાઇ બારીયા, રાજેશભાઇ પરશોતમભાઇ બારીયા બંન્ને (રહે. જેસલપોર), સુરેન્દ્રસિંહ કનકસિંહ પરમાર (રહે. રજપુત ફળીયા,રાજપીપલા), ગજેન્દ્રભાઇ ધનજીભાઇ વસાવા (રહે. રસેલા)ને ઝડપી પાડ્યા હતા.પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૧૩,૩૬૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૩,૫૦૦/- નો મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૧૭,૧૬૦/-ના મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરૂધ્ધમાં રાજપીપલા પોલીસે
જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા