દોસ્તો ! આજે Indian Express ( 3 July 2021 Saturday )માં ૧૧મા પાને “ ગભૅવતી સ્ત્રીઓ અને રસીકરણ ; Vaccination “ વિષેનીં આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી સૂચનાઓ( Guide Lines )જરુર વાંચજો.
શું કામ આ સૂચનાઓ આપી? ગભૅવતી સ્ત્રીઓને કોરોના ચેપ લાગવાની વઘારે શક્યતા છે. અઘૂરે મહિને બાળક આવે. નવજાત શીશુને વિકૃતિ આવી શકે. લક્ષ્ણ વગર કોરોના હોય અથવા નજીવી અસર હોય તો પણ ઝડપથી તબિયત બગડી શકે. જો સાથે ડાયાબિટીસ , હાય બીપી , દમ , મેદસ્વીપણું હોય તો વધારે જોખમ થાય.આગલી સુવાવડોમાં તકલીફો થઈ હોય
વેક્સિનની આડ અસરો કઈ છે ?
બે ત્રણ દિવસ સામાન્ય નજીવી આડ અસર જેવી કે સામાન્ય તાવ, ઇન્જેક્ષન આપ્યું હોય ત્યાં દુખે, સારુ ન લાગે એવું થઈ શકે. એક થી પાંચ લાખે એકાદ જણને ભાગ્યે જ થતી આડ અસર થાય . શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખે, હાથપગમાં સોજા આવે અને દુખે,પેટમાં દુખી ઉલ્ટી થાય, તાણ આવે ( પ્રથમવાર જીંદગીમાં) , નાના બ્લીડીંગ સ્પોટસ્ કે bruising ચામડી પર દેખાય, લકવાની અસર થાય, આંખે ઝાંખપ આવે દુખે . આ ભાગ્યે જ થતી આડઅસરો છે. તરત જ તમારા ગાયેનકોલોજીસ્ટ અને ફીઝીયનને બતાવવું . મોટી હોસ્પિટલમાં પહોંચી જવું.
કઈ ગભૅવતી સ્ત્રીઓએ વેક્સિન ન લેવું ?
પહેલા ડોઝમાં Allergic reaction આવ્યું હોય તો ન લેવાય. બીજા કોઈ વેક્સિન , દવાઓ, ઈન્જેક્શન કે કોઈ અન્ન ખોરાકની Allergy હોય તો ન લેવું.
જે ગભૅવતી સ્ત્રીને કોવીડ૧૯ / કોરોના થયો હોય તેમણે ઇન્ફેક્શનના દિવસથી ૧૨ અઠવાડિયા અને રીકવર થવાના ચાર થી આઠ અઠવાડિયા પછી વેક્સીન લેવું .
જેણે એન્ટીબોડીના ઇન્જેક્ષન લીધા હોય અથવા પ્લાઝમા લીધું હોય એમણે થોડા વખત ના લેવું .
જો ગભૅવતીને કોરોના થાય તો સુવાવડ પછી તરત વેક્સિન લેવું.
જો આડ અસરો થાય તો મેડિકલ ઓફીસર અને યોગ્ય સરકારી અધિકારીને તરત જણાવવું .
જે ગભૅવતી સ્ત્રીઓને લક્ષ્ણો સહિત કોરોના થયો હોય એમને કોમ્પલીકેશન્સ જેવા કે આઈસીયુમાં દાખલ થવું પડે, અધૂરો મહિને બાળક આવે, સોજા અને બીપી થાય ( pre eclampsia ) , સીઝેરીયન કરવું પડે કે મૃત્યુ થાય એવું બને. કોવીડ પોઝીટીવ ગભૅવતી સ્ત્રીઓના ૯૫ ટકા નવજાત શીશુઓ તંદુરસ્ત જન્મ્યા છે. કેટલાક બાળકો અધૂરે મહિને જન્મે , , દાખલ કરવા પડે, મૃ્ત્યુ થાય એવું બને.
જેને મોટી ઊંમરે ગભૅ રહ્યો હોય, મેદસ્વીપણું હોય ,ડાયાબિટીસ , હાય બીપી , ફેફસાંના રોગો હોય, કીડનીના રોગો હોય, ડાયાલીસીસ પર હોય, ટ્રાન્સપ્લાન્ટ ટકાવવા ઈમ્યુનોસપ્રેસીવ દવા લેતા હોય, જન્મજાત કે પછી થયેલી હ્રદયની બીમારી હોય તો ગભૅવતી સ્ત્રીઓને ભારે કોરોના / કોવીડ ૧૯ થઈ શકે.
આપના ફેમિલી ફીઝીયન અને ગાયનેકોલોજીસ્ટના સતત સંપકૅમાં રહેવું.
પ્રજાના લાભ માટે આ લખ્યુ છે. સૌજન્ય : ઇન્ડિઅન એક્ષ્પ્રેક્ષ .
ડો અનિલ રાવલ