બોટલ નંગ-૨૧૬ કિ.રૂ. ૮૪,૦૦૦/- ના પ્રોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતા એલ.સી.બી. નર્મદાપોલીસ.
રાજપીપલા, તા.1
નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ
અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાના સુપરવિઝન હેઠળ અ.હે.કો. મણીલાલ ધેરીયાભાઇ તથા અ.પો.કો. રાકેશભાઇ ચંપકભાઇને મળેલ કે, એક
સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં.જીજે-૧૬-એજે- ૧૪૪૧ ની ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરીને સેલંબા તરફ પસાર થવાનીછે જે બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસો સેલંબા ખાતે નાકાબંધી કરી વોચમાં હતા દરમ્યાન સદર સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં.જીજે-૧૯-એજે-૧૪૪૧ આવતા તેને રોકી ગાડીમાં બેસેલ રતિલાલ
રાણાજીભાઇ વલવી (રહે. લગડી ફળીયુ નવાગામ જાવલી તા.સાગબારા) પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા સ્વીફ્ટ ડીઝાયર ગાડીની ઝડતી તપાસ કરતા ગાડીમાંથી હોલ નંગ-૧૨૦ તથા હાફ હોલ નંગ-૯૬ કુલ કિ.રૂ ૮૪,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧
કિ.રૂ.૫૦૦૦/- મળી aaતથા સ્વીફ્ટ ડીઝાયર ગાડી-૧ કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- મળીઆવેલ. જેની કુલ્લે કિ.રૂ. ૩,૩૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને અટક કરી મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સચિન બીયરબાર અક્લકુવાના માલીક શીવાજી પાટીલ (રહે. અક્કકુવા તા.અક્લકુવા જી.નંદુરબાર)ના પાસેથી
મેળવેલ હોય જેને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા