સ્વર્ણીમ વર્ષની ઉજવણી માટે ભારતીય સૈન્યની ઑનલાઇન સ્લોગન સ્પર્ધા માટે એન્ટ્રીઓ મંગાવવામાં આવી

*સ્વર્ણીમ વર્ષની ઉજવણી માટે ભારતીય સૈન્યની ઑનલાઇન સ્લોગન સ્પર્ધા માટે એન્ટ્રીઓ મંગાવવામાં આવી*

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની સ્વર્ણીમ વિજય વર્ષ તરીકે ઉજવણી માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ ઉજવણીના ભાગરૂપે, ભારતીય સૈન્ય દ્વારા પોતાના યોગદાન પર પ્રકાશ પાડવા માટે કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાર વિજય મશાલ પહેલાંથી જ ચાર દિશાઓમાં રવાના કરવામાં આવી છે અને તે એક ફોર્મેશનથી બીજાને સોંપવામાં આવશે.
ભારતીય સૈન્ય દ્વારા 01 એપ્રિલથી 31 મે 2021 દરમિયાન સ્વર્ણીમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે ઑનલાઇન સ્લોગન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે અને આના માટેની એન્ટ્રી swarnimvijayvarsh.adgpi@gmail.com પર મોકલી શકાય છે. સ્પર્ધાની વિગતો ભારતીય સૈન્યના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર હેન્ડલ્સ પર ઉપલબ્ધ છે.
પસંદગી પામેલા સ્લોગનનો ઉપયોગ ભારતીય સૈન્યના સત્તાવાર મીડિયા હેન્ડલ્સ પર કરવામાં આવશે અને વિજેતા એન્ટ્રીઓને રોકડ ઇનામની સાથે સાથે શ્રેય પણ આપવામાં આવશે. સ્લોગન સ્પર્ધા પછી અન્ય પણ ઘણા કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે જેની વિગતો સમયાંતરે પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્પર્ધા નાગરિકો સાથે વધુ ઘનિષ્ઠ બંધન સ્થાપિત કરવાના અને જેનાથી બાંગ્લાદેશનું સર્જન થયું તે 1971માં થયેલા ભારત –પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સૈન્યએ આપેલા યોગદાન પર પ્રકાશ પાડવાના ભારતીય સૈન્યના પ્રયાસોનો એક હિસ્સો છે.