આજે ધુળેટી ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા
રાજપીપળા, તા. 29
હાલ મોટીસીટી માં ધુળેટી રમવા પર પ્રતિબંધ રહેતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આજે પ્રવાસીઓમાટે ધુળેટીના દિવસે SOU ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
આમતો સોમવાર હોય મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોય છે પરંતુ આજે અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. અને 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવ્યા છે . કેવડિયા માં આવેલ હોટેલ ટેન્ટ સીટી સહીત બધું બુક થઈ ચૂક્યું છે અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમારા રાજ્ય અને જિલ્લામા સરકાર દ્વારા ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. માટે અમે sou પર હોળી અને ધુળેટી મનાવીશુ. અને પ્રવાસીઓ પણ આ નિર્ણય ને આવકારી રહ્યા છે .
આજેઆજે ધુળેટી ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ઉમટ્યા હતા.
મોટીસીટી માં ધુળેટી રમવા પર પ્રતિબંધ હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રાખતા પ્રવાસીઓ એ સોસીયલ ડિસ્ટન્સ સાથે ધુળેટી પર્વ મનાવ્યું
હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા