દેડીયાપાડા થી સાગબારા જતા કણબીપીઠા થી ગંગાપુર ગામની વચ્ચે રોડ પર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત.

ટેમ્પાને તથા તેમાં ભરેલો માલસામાનને નુકસાન.
રાજપીપળા,તા. 29
દેડીયાપાડા થી સાગબારા જતા કણબીપીઠા થી ગંગાપુર ગામની વચ્ચે રોડ પર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેમ્પાને તથા તેમાં ભરેલો માલસામાનને નુકસાન છતાં આ અંગે પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાય છે.જેમાં ફરિયાદી શમસાદખાન નસીરખાન પઠાણ પઠાણ (રહે, પઠાણ નાસિરખાન ઘર નંબર ડી /39 કુંભારચાલી ચિસ્તીયા મસ્જિદની પાસે નવા યાર્ડ વડોદરા ફતેગંજ વડોદરા) એ આરોપી આઇસર 1114 ટેમ્પો એપી 23 વાય 7989 ના ચાલકે ઈરફાનઅલી મહતાબઅલી (રહે,મહચલમા તા.જજહીરાબાદ જી. સંગારેડી તેલંગાણા )સામે ફરિયાદ કરી છે .
ફરિયાદની વિગત મુજબ આરોપી આઇસર 1114 ટેમ્પો એપી 23 વાય 7989 ના ચાલકે ઈરફાનઅલી મહતાબઅલી (રહે,મહચલમા તા.જજહીરાબાદ જી. સંગારેડી તેલંગાણા ) પોતાના કબજાના આઈસર ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા તે વખતે દેડીયાપાડા થી સાગબારા જતા રોડ ઉપર કણબીપીઠા થી ગંગાપુર ગામની વચ્ચે રોડ ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પાને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને ટેમ્પાની તથા તેમાં ભરેલ માલસામાનને નુકસાન પહોંચાડતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા