ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

નર્મદા બ્રેકીંગ :

ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

મહારાષ્ટ્રમાંથી ૭૨ કલાક પહેલાં કરાવેલ RTPCR ટેસ્ટમાં નેગેટીવ આવેલ વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશ અપાશે

રાજપીપલા,તા 25

ગુજરાત મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે જેમાં નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર દ્વારામહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું થઇ રહેલું સઘન ચેકીંગ-સ્કેનીંગશરૂ કરાયું છે

નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. અને ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવાની રાજ્ય સરકારની સૂચનાઓનું ગઇકાલ તા.૨૪ મી માર્ચ, ૨૦૨૧ ની રાત્રિથી જ ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઇ છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લાના નાગરિકોને કોરોનાના સંક્રમણને અટકાવવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી માર્ગદર્શિકાના ચૂસ્તપાલન સાથે પ્રજાજનોને અચૂક માસ્ક પહેરવાં, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, સેનીટાઇઝેશન વગેરે અંગે ખાસ કાળજી અને તકેદારી રાખવા હદયસ્પર્શી અપીલ કરી છે.

નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સાગબારા તાલુકાની ધનશેરા ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે જ્યાં રાજ્ય સરકારની સૂચના મુજબ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૭૨ કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને પ્રવેશ અપાશે. પોલીસ અને આરોગ્યતંત્રની ટીમ ૨૪ કલાક તૈનાત છે, તદઉપરાંત દેડીયાપાડા, ગરૂડેશ્વર, તિલકવાડા જેવા તાલુકા પ્લેસ તેમજ રાજપીપલા ટાઉનમાં માસ્ક ન પહેર્યાં હોય તેવા લોકો સામે માસ્કની ઝૂંબેશ ચાલુ રાખવામાં આવેલી છે. સરકારની માર્ગદર્શિકા મુજબ માસ્ક પહેરવાં, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તેમણે અપીલ કરી છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજપીપલા નગરપાલિકાની અંદર માસ્ક પહેર્યું ન હોઇ તેવા વ્યક્તિઓને દંડ કરવામાં આવે છે તેમજ જે દરદી હોમ આઇસોલેશનમાં હોય તેવાં દરદી ઘરની બહાર ન જાય તે માટે તેમના ઘરની બહાર GRD અને હોમગાર્ડઝની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ કે મહારાષ્ટ્રમાંથી આવેલ કોઇપણ વ્યક્તિ RTPCR ટેસ્ટ ૭૨ કલાકની અંદર કરાયેલ હોય તો જ માન્ય ગણાશે અને જે વ્યક્તિઓએ RTPCR ટેસ્ટ કરાયેલ ન હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહી. સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પરથી ગઇકાલ રાત્રિથી જાહેરનામાની અમલવારી ચાલુ કરી દીધી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તસવીર : જ્યોતિ

જગતાપ, રાજપીપલા