વડીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાસુ હેરિટેજ બિલ્ડીંગનું પાણી છેલ્લા બે મહિનાથી જાહેર રસ્તા પર છોડાતા પ્રજા ત્રાહિમામ
આખા કોમ્પલેક્ષીનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર વહી આવે છે.
રાજપીપળા,તા.26
રાજપીપળા ખાતે વડીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાસુ હેરિટેજ બિલ્ડીંગ નું પાણી છેલ્લા બે મહિનાથી જાહેર રસ્તા પર છોડાતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. કાળિયાભૂત વિસ્તારમાં વડીયા ગામની હદમાં આવેલ વાયુ કોમ્પલેક્ષ જેમાં 80 જેટલા ફ્લેટ અને 20 જેટલી દુકાનો આવેલ છે.જેમાં અહીંના બિલ્ડર દ્વારા ગંદા પાણીના નિકાલ માટે તેવી વ્યવસ્થા કરેલ નથી. જેને કારણે આ પાણી સરેઆમ રસ્તા પર છોડી દેવામાં આવે છે અગાઉ વડીયા પેલેસ સરકારી વસાહતની ગટર લાઇનમાં ગેરકાયદેસર જોડાના આપી પાણીની વ્યવસ્થા કરેલ હતી,પરંતુ હાલમાં જ સરકારી વસાહતની ગટર વ્યવસ્થા મોટી કરી ગેરકાયદેસર જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.જેને બે મહિના જેટલો સમય થઈ ગયો છે. ત્યારથી આખા કોમ્પ્લેક્સનો ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર વહી આવે છે.
કોરોના કાર્ડમાં લોકોના સ્વાસ્થ્યને લઇને સરકાર આટલી જાગૃતિ ફેલાવી રહી છે. ત્યારે આ ગંદા પાણીથી મચ્છર અને જીવજંતુઓનો ત્રાસ આસપાસના રહીશો ભોગવી રહ્યા છે. સાથે સાથે અસહ્ય દુર્ગંધ મારતું આ પાણી બીજા અનેક રોગો ફેલાવે તેમ હોય તાત્કાલિક આ પાણી બંધ કરાવવા કલેકટર નર્મદા પગલા લે તે જરૂરી છે. વડીયા ગ્રામ પંચાયત દ્વારા પણ અનેક વખત સૂચના આપવા છતાં આ માથાભારે બિલ્ડર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડા કરી રહ્યા છે.આ બાબતે આરોગ્ય વિભાગ પણ સક્રિય થઇ સત્વરે પગલા ભરે એમ લોકો ઇચ્છી રહ્યા છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા