નર્મદા બ્રેકીંગ :-
મહારાષ્ટ્ર, બોર્ડર ધનસેરા ચેકપોસ્ટ પર ચેકીંગ કરતા ટ્રક ચાલકો એ હંગામો મચાવ્યો.
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને આજે રોકવામાં આવતા સાગબારા હાઈવે પર ટ્રકોની લાઈન લાગતા ચક્કાજામ
કલાકો સુધી ટ્રકોને રોકવામાં આવતા ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોટરોએ હોબાળો મચાવ્યો
રાજપીપલા તા 26
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા મહારાષ્ટ્રની બોર્ડર ધનસુરા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે બાબરા હાઈવે રોડ ઉપર લાંબી લાંબી કતાર ચક્કાજામના દ્રશ્યો સર્જાયાહતા. વાહન ચાલકો પાસે કોરોના રિપોર્ટ માંગતા તથા જરૂરી સઘન ચેકીંગ કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ પોલીસ અધિકારીઓને વાહન ચાલકો વચ્ચે તુતું મે મેં ના દ્રશ્યો સર્જાયા હતા.અને વાહન ચાલકોએ હંગામો મચાવ્યો હતો
હાલ નર્મદામાં ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર તપાસ વધારવામાં આવી છે. બહારથી આવતા તમામ લોકોની સઘન તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે છે. નેગેટિવ રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે. ધનશેરા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવે છે. જેમાં 72 કલાક પહેલાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ હોય તો જ માન્ય રાખવામાં આવે છે. રિપોર્ટ બતાવ્યા બાદ બહારથી આવતા લોકોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. ચેકપોસ્ટ પર તપાસ માટે પોલીસ અને આરોગ્યની ટીમ 24 કલાક તૈનાત છે. સંક્રમણ ન વધે તેના માટે બહારથી આવતા તમામ લોકોની તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. જોકે, મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને રોકવામાં આવતા ટ્રક ચાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોએ પોતાના ઓડિયો વાયરલ કર્યો હતો.
મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને આજે રોકવામાં આવી હતી. નર્મદાના રાજપીપળા પાસે આવેલા સાગબારા હાઈવે પર ટ્રકોની લાઈન લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે. કલાકો સુધી ટ્રકોને રોકવામાં આવતા ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોટરોએ હોબાળો મચાવ્યો હતો. કોમર્શિયલ ટ્રકોને રોકવામાં આવતાટ્રક વાળા રોષે ભરાયા હતા. કોરોના ટેસ્ટ કરવાનો હોવાથી કલાકો સુધી તેમને ઉભા રાખતા ટ્રક ચાલકો હેરાન-પરેશાન થયા હતા. જેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ટ્રક ચાલકોએ પોતાના ઓડિયો વાયરલ કર્યો હતો. કોમર્શિયલ ટ્રકોને રોકવામાં આવતા ટ્રાન્સપોર્ટરોએ દેકારો મચાવ્યો હતો. તેઓએ ઓડિયો વાયરલ કરીને કહ્યું કે, મહારાષ્ટ્ર જતા પહેલા વિચારી લેજો.
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકિંગ
વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારની સૂચના અને માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો-મુસાફરોનું સઘન ચેકિંગ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. 72 કલાક પહેલાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને ટેસ્ટમાં નેગેટિવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નંદુરબારના કલેક્ટર અને ડીએસપીને પણ જાણકારી અપાઈ છે.
હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાંથી આવેલ કોઇપણ વ્યક્તિ RTPCR ટેસ્ટ 72 કલાકની અંદર કરાયેલ હોય તો જ માન્ય ગણાશે અને જે વ્યક્તિઓએ RTPCR ટેસ્ટ કરાયેલ ન હોય તેવા લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહિ. સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ પર જાહેરનામાની અમલવારી ચાલુ કરી દીધી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા