કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ સેન્ટર UPSCની મેઇન્સ પરીક્ષામાં છ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા

અરવલ્લી: સંઘ લોક સેવા આયોગ ( UPSC) દ્વારા લેવામાં આવેલ સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ તારીખ 24 માર્ચ 21 ના રોજ જાહેર કરવા આવતા કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર માં upsc (I A S -I.P.S) ની તાલીમ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરી રહેલા છ વિદ્યાર્થીઓ પરીક્ષા માં પાસ થયા જેમાં 1-પીયૂષભાઈ સી પટેલ મૂળ વતન સીમલિયા (તા.તલોદ) સાબરકાંઠા હાલ કવાંટ ડેપ્યુટી કલેકટર તરીકે સેવા આપે છે (GAS) 2 – અલ્પેશભાઈ એન વાસાણી ભાવનગર ના છે હાલ ખેડા માં નાયબ મામલતદાર તરીકે સેવા આપે છે 3- ચંદ્રેશભાઈ ડી શાંખલા ટી ડી ઓ તરીકે – ધ્રોલ જામનગર માં સેવાઓ આપે છે જેઓ નું મૂળ વતન
લખપત કચ્છ છે 4- જૈમિન ભાઈ એમ પટેલ ડેપ્યુટી કલેકટર આણંદ મૂળ વતન ગાંધીનગર જિલ્લા ના પડુંસમાં ના છે 5 સાવનભાઈ પી સરાવડીયા મૂળ વતન મોરબી હાલ માં અમદાવાદમાં રાજ્યવેરા ઇન્સપેક્ટર તરીકે છે 6- ઉત્સવ ભાઈ એસ જોગાણી ની યુપીએસસીની આઈ એ એસ -આઈ પી એસ ની મેઇન્સ પરીક્ષામાં પાસ થઈ ગયા અને હવે ટૂંકા ગાળામાં તેઓ ની મૌખિક ઇન્ટરવ્યૂમાં જવાના હોવાથી કેળવણીધામ અને સરદારધામ ના સંચાલકો પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા , નટુભાઈ પટેલ ઉપપ્રમુખ સરદારધામ નાગજીભાઈ શીંગાળા ઉપપ્રમુખ કેળવણીધામ, ટી.જી ઝાલાવાડિયા માનદમંત્રી,ચેરમેન સિવિલ સર્વિસ કેન્દ્ર h.o.d. કેળવણીધામ,સી એલ મીના આઈ એ એસ રીટાયર્ડ ડાયરેક્ટર સિવિલ સર્વિસ કેન્દ્ર કેળવણીધામ મુખ્ય મીડિયા સંયોજક મહેન્દ્રપ્રસાદ પટેલ સહિત ના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનાર તેજસ્વી તારલાઓને રાષ્ટ્રીય સેવા કરવા માટે ભાવિ ઉજ્જવળ બને તેવી શુભ મનોકામનાઓઓએ અભિનંદન પાઠવ્યા હતા