ધુળેટીના દિવસે  SOU ખુલ્લું રહેશે . 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. ધુળેટી ના દિવસ 29 માર્ચ નું 50 ટકા બુકિંગ થઇ ગયું

ધુળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે .

25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે.
ધુળેટી ના દિવસ 29 માર્ચ નું 50 ટકા બુકિંગ થઇ ગયું

હોળી ધુળેટી પર્વે સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવું એ કોરોના ને આમંત્રણ આપવા બરાબર !?

રાજપીપલા, તા 24

પ્રવાસીઓ માટે એક મોટાં સમાચાર છેકે મોટી સીટી માં રહેતા લોકો માટે ધુળેટી ના દિવસે SOU ખુલ્લું રહશે .આમતો સોમવાર હોય મેન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોયછે. પરંતુ આજ અધિકારીઓએ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. અને 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. એવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યા છે કેવડિયા માં આવેલ હોટેલ ટેન્ટ સીટી સહીત બધું બુક થવા લાગ્યું છે. અત્યાર સુધી ધુળેટી ના દિવસ 29 માર્ચ નું 50 ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મહી રહી છે ત્યારે આજની તારીખે પણ 5500 વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. 10 જેટલી અન્ય ટિકિટો આવે છે. એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી 15 હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે.
હોળીના દિવસે SOU ખુલ્લું રાખી કોરાના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે કે હોળીની ઉજવણી કરવી હોય તો કેવડિયા આવી જાવ અહીંયા 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે જોકે અહીં અત્યાર થીજ પ્રવાસીઓ આવી ચુક્યા છે અને પ્રવાસીઓએ જણાવ્યું વ હતું કે અમારા રાજ્ય અને જિલ્લા માં સરકાર દ્વારા ધુળેટી ની ઉજવણી પર પ્રતિબંધ લાગવ્યો છે માટે અમે sou પર હોળી અને ધુળેટી મનાવીશુ. અને પ્રવાસીઓ પણ આ નિર્ણય ને આવકારી રહ્યા છે .
જોકે બીજી તરફ નર્મદા માં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારેપ્રવાસી ઓ માં ફફડાટ પણ છે. હોળી ધુળેટી પર્વે સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવું એ કોરોના ને આમંત્રણ આપવા બરાબર છે. હોળી ધુળેટી મનાવવા આવતા પ્રવાસીઓ સાવચેતિ જરૂર રાખવી પડશે. એ પણ એટલું જ સાચું છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા