રાજપીપળા,તા.24
નર્મદા જિલ્લા બાર એસોસિએશને નામદાર કોર્ટ ને એક ઠરાવતી જાણ કરવા કર્યા મુજબ હાલમાં રાજપીપળા સહિત આસપાસના તમામ વિસ્તારોમાં કોરોનાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હોય, કોર્ટમાં પક્ષકારોની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં આવતી હોય તેમ જ એક બે બારના સિનિયર ધારાશાસ્ત્રીઓ કોરોના ની સારવાર હેઠળ છે.તેવા સંજોગો જો તા.23/ 3/ 21ના રોજ આગામી તા.31.3.21 બુધવાર સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ ધરાવીએ છીએ અને નામદાર સાહેબને વિનંતી.
કરી કે રાજપીપળા કોર્ટ કેમ્પસમાં પક્ષકારો પ્રવેશ ન કરે તેમજ સેનીટાઇઝર અન્ય સાવચેતીના પગલાં ભરી તે અંગેની વ્યવસ્થાઓ ઊભી કરે જે ધ્યાનમાં રાખી સદરહું ઠરાવને અનુમોદન આપવા માં નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ કું.વંદના ભટ્ટ સહિતના હોદ્દેદારોએ રજૂઆત કરતાં ડિસ્ટ્રિક્ટ જજ એ બાબતે પણ યોગ્ય કરવાનું જણાવ્યું હોવાનું કું.વંદના ભટ્ટે જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા