નર્મદા બ્રેકીંગ
ભરૂચ સાંસદ મનસુખ વસાવા એકેન્દ્રીય વિતમંત્રી નિર્મલા સીતારમન ને
પત્ર લખ્યો
આદિવાસી ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવાની તેમણે માંગ કરી
આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા જોઈએ
તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય નિવાસી કોચિંગ કેન્દ્રની વ્યવસ્થા કરવાની માંગ કરી
રાજપીપલા, તા 24
આઝાદી પછી દેશમાં આદિવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ તે રીતે હજુ થયું નથી ભાજપશાસિત રાજ્યોમાં આજે આદિવાસીઓનો વિકાસ દેખાઈ રહ્યો છે જ્યારે અટલબિહારી બાજપાઈ ની સરકાર હતી ત્યારે તેમની સરકારમાં આદિવાસીઓના વિકાસ માટે અલગ મંત્રાલય હતું. તેને ધ્યાનમાં રાખીને આદિવાસીઓના વિકાસ માટે ખાસ બજેટની જોગવાઇ પણ કરવામાં આવી હતી. આમ દેશભરમાં ભાજપા ની સરકાર આદિવાસી અને વિકાસ માટે નિરંતર કામ કરી રહી છે.ત્યારેભરૂચ નર્મદા સહીત ગુજરાત નાવિકાસ માટે આદિવાસીઓ માટે
ભરૂચ સાંસદ મનસુખ વસાવા એકેન્દ્રીય વિતમંત્રી નિર્મલા સીતારમન ને
પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ બન્યા બાદ પણ હજુ આદિવાસીઓ ના વિકાસ નો પ્રશ્ન નું નિરાકરણ આવ્યું નથી. એ ઉપરાંત
આદિવાસી ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળતું નથી જેથી બીજા સ્થળે રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે એ માટે આદિવાસી ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવાની તેમણે માંગ કરી છે
એ ઉપરાંત
આદિવાસીઓનું જીવન પશુપાલન ઉપર નિર્ભર છે તેમજ દૂધ ઉત્પાદનનો વ્યવસાય પણ પણ નિર્ભર છે આદિવાસી ખેડૂતોને ભાવેશ હરિદ્વાર દૂધ માટેની કો-ઓપરેટીવ સોસાયટી સોસાયટીઓ માટે જે આર્થિક સહાય આપવામાં આવે છે તે સહાયમાં વધારો કરવાની માંગ કરી હતી
એ ઉપરાંત
આદિવાસી ગામોમાં હજુ પણ શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે શહેરો માં આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા જોઈએ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્ય નિવાસી કોચિંગ કેન્દ્રની વ્યવસ્થા કરવાની પણ તેમણે માંગ કરી છે
શહેર ની આજુબાજુમાં રહેતા આદિવાસીઓ ને આવાસ બનાવવા માટે જમીન ઉપલબ્ધ કરાવવી જોઈએ રહેવા લાયક પ્લોટ આપવા જોઈએ
હંમેશા મનસુખ વસાવા આદિવાસી સમાજ માટે પોતાની સરકાર સામે અવાઝ ઉઠાવતા આવ્યા છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા