પોલીસ ભરતીને લઈ ગૃહમંત્રીનું નિવેદન સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી,ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય

રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે. ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. પોલીસની ભરતીમાં કોઈને અન્યાય નહીં થવા દઈએ.”