રાજકોટમાં કોરોનાને લઈ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ, BAPS, ઈસ્કોન મંદિરે હોળી-ધૂળેટી ન ઉજવવા કરી જાહેરાત

રાજકોટ શહેરમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે. રાજકોટના BAPS મંદિર તેમજ VYO શ્રીનાથધામ હવેલી અને ઈસ્કોન મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો બંધ રાખ્યા છે. હોળી-ધૂળેટીના કાર્યક્રમ ના ઉજવવાની આ સંસ્થાઓએ જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ ઉત્સવમાં મોટી ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સંજોગોમાં ભાવિકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે.