*મોટેરા ખાતે ખીચડી 2′ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*

*મોટેરા ખાતે ખીચડી 2′ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી*

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટેરાના ‘NY સિનેમા’ થિયેટર ખાતે ‘ખીચડી 2’ ફિલ્મના પ્રીમિયરમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીએ ફિલ્મના કલાકારો, પ્રોડક્શન ટીમ અને ફિલ્મરસિકો સાથે પ્રીમિયર નિહાળ્યું તથા ‘ખીચડી 2’ની ટીમને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય ‘ખીચડી’ ધારાવાહિક તેના રમૂજી પાત્રો અને તેની આગવી રમૂજી શૈલીના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આ જ કલાકારો અને પાત્રોને લઈને ‘ખીચડી 2’ ફિલ્મ બનાવવામાં આવી છે.

 

આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, નિવાસી અધિક કલેક્ટર સુધીરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

*****