જોધપુર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા

અમદાવાદ: ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCએ 22 માર્ચ 2021ના રોજ જોધપુર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયા પણ જોડાયા હતા. બેઝના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર પ્રાજૌલ સિંહ VM અને એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી વંદના તેમના સ્વાગતમાં આવ્યા હતા.

AOC-ઇન-Cના આગમન વખતે ‘ગાર્ડ ઓફ ઓનર’ પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન, તેમને સ્ટેશનની વર્તમાન પરિચાલન અને તૈયારીઓ વિશે માહિતી આપીને તેમને અપડેટ કરવામાં આવ્યા હતા. તેમણે વાયુસેનાના યોદ્ધાઓ, ડિફેન્સ સિક્યુરિટી કોર (DSC), નોન કોમ્બેટન્ટ્સ (નોંધાયેલ) અને સ્ટેશનના નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. એર માર્શલે સ્ટેશન દ્વારા કલ્પના કરવામાં આવેલી તમામ ભૂમિકાઓમાં પારંગતતા જાળવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખવા માટે અનુરોધ કર્યો હતો.