રાજપીપળામાં નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે તંત્ર સાથે રહી રસી મુકાવવા માટેનો કેમ્પ ગોઠવ્યો.

પિતાનું કોરોનાથી અવસાન થયા પછી અન્ય લોકો કોરોનાનો ભોગ ન બને તે માટે લોકજાગૃતિ પુત્રએ પ્રમુખ બન્યા પછી દાખવી.
રાજપીપળા,તા. 19
17 માર્ચે પાલિકા પ્રમુખ તરીકે વરણી થતા કુલદીપસિંહ એ તુરત લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોવીડ રસી માટે લોકોને સગવડ ઊભી કરતાં પ્રથમ દિવસે 120 જેવા લોકોએ કોરોનાના વ્યક્તિ નો લાભ લીધો હતો.
રાજપીપળા શહેર હાલ કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે.જેમાં એક તરફ રસીકરણ માટે કામે લાગ્યું છે.ત્યારે પાલિકા પ્રમુખ તરીકે વરણી પામેલા રાજપીપળા નગરપાલિકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખનો ચાર્જ સંભાળ્યા પછી સૌથી પહેલાં લોકોના સ્વાસ્થ્ય બાબતની ચિંતા કરી અને પોતાના વિસ્તાર અને રાજપુત સમાજની વાડી ખાતે કોવિડ વેક્સીન માટેનું આયોજન કર્યું હતું.જેમાં હાલ વધી રહેલા કોરોના ના કેસ બાબતે લોકો સ્વસ્થ રહે તે માટે રાજપુત સમાજની વાડી ખાતે કેમ્પ રાખવામાં આવેલ. જેમાં કોવીડી રસી માટેના કેમ્પમાં પ્રથમ દિવસે 120 જેવા લોકોને સાથે ઉભા રહી યુવા પ્રમુખે રસી મૂકાવડાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે પોતાના પિતા સ્વ. અલ્કેશસિંહ ગોહિલે લોકોની સેવા કરતા-કરતા કોરોનામાં જીવ ગુમાવ્યો તેનો દુઃખ પરિવારને છે. ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્ર કુલદીપસિંહ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ બન્યા પછી પિતાના પગલે લોક સેવા કરવાનો નિશ્ચય કરી પિતાની જેમ અન્ય લોકો કોરોનાનો ભોગ ન બને તે માટે પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ લોકોને કોરોનાની રસી મુકાવવાનો આગ્રહ રાખી કેમ્પ યોજાયો. જેમાં 120 જેટલા લોકોને પહેલે દિવસે રસી મુકાવડાવી લોકજાગૃતિનું કામ કર્યું હતું. આમ પી.એમ.મોદીના હેતુ મુજબ દેશ કોરોના મુક્ત બને એવું ધ્યાન રાખી સેવાભાવી પિતા સ્વ. અલ્કેશસિંહ ગોહિલની જેમ પિતાના પગલે આગળ વધવાની શુભ શરૂઆત કુલદીપસિંહે કેમ્પ થકી કરી હતી.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા