કરજણ નદીના ઘોડા પૂરેકેળના પાકમાં વિનાશ વેર્યો
કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતા હજારો એકર કેળના પાકને કરોડોનું નુકશાન
ખેડૂતોની દયનિય સ્થિતિ
દર વર્ષે કરજણ ડેમનું પાણી છોડવાથી ખેતીનાપાક ને ભારે નુકશાન થઈ રહ્યું છે
રાજપીપલા, તા.30
28મી સપ્ટેમ્બરની રાત્રીએ નર્મદામા 6ઇંચ વરસાદે નર્મદામાં ભારે ખાના ખરાબી સર્જી. જેમાં 29મીની વહેલી સવારે દોઢ લાખ ક્યુસેક પાણી નરકરજણ ડેમમા છોડીને ડેમના તમામ 9ગેટ ખોલી નાખતા કરજણ નદીમાં ઘોડા પૂર આવ્યા હતા. આ ઘોડા પુરે ખેતીના પાકમાં વિનાશ વેર્યો છે.ભારે વરસાદ અને નદીના પ્રવાહમાં કાંઠા વિસ્તારના ખેતરોની મોટરોમાં પાણી ભરાઈ જતાખેડૂતો ની જાણ બહાર મોટરો બગડી ગઈ તો , ખેતીનો અને સિંચાઇના સમાનપણ તણાઈ ગયો તણાયા, તો ખેડૂતોએ ફેન્સીંગ તારની વાડ કરેલી તે પણ તણાઈ ગઈ.એટલું જ નહીં કેળના છોડ અને લૂમો ધરાશયીથઈ જતા હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને કરોડોનું નુકશાન થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને આગોતરી જાણ કર્યા વગર પાણી છોડી દેતા બરબાદ થયેલા ખેડૂતોમાંકરજણ ડેમના સત્તાવાળાઓ સામે ભારેરોષની લાગણી જન્મી છે. કરજણ ડેમના સત્તાધીશો સામે કાર્યવાહી કરવાની અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવાની પણ માંગ કરી છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે ડેમ સત્તાવાળાઓએ પાણી તબક્કાવાર ધીમે ધીમે છોડવું જોઈએ. ખેડૂતોને થયેલ કરોડોના નુકશાન બદલ નુકશાનીના વળતરની માંગ કરી છે.ગયે વર્ષે કોરોનાનો માર પડયો હતો હવે આ વર્ષે અતિવૃષ્ટિએ ખેડૂતોની આર્થિક કમર તોડી નાંખી છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા