અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો

મદાવાદ: 20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે.એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલીનું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. વળી તેમની લેબ્રાડોર દિકુના પગમાં એક વખત બચ્ચું માળામાંથી પડી ગયું, તો તેણે સાડી ખેંચી અને ચકલી બતાવવા માટે લઈ આવી હતી.આમ તેમની ડોગ દિકુએ પણ ચકલીની અનેરી માવજતની આ ઝુંબેશમાં સાથ આપ્યો હતો. આવો અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ.