મારી દ્રષ્ટિએ પ્રેમ….
પ્રેમ એક શ્વાસ છે, પ્રેમ વિશ્વાસ છે.
પ્રેમ ઈબાદત છે, પ્રેમ એક આશીર્વાદ છે.
પ્રેમ એક ખોજ છે, પ્રેમ મોજ છે.
પ્રેમ ભક્તિ છે, પ્રેમ શ્રધ્ધા છે.
પ્રેમ આજ છે, અનંત છે.
પ્રેમ એટલે કૃષ્ણની વાંસળી માંથી નિકળતો રાધા નો શ્વાસ છે,
પ્રેમ એટલે રામે સબરી ના હેઠા ખાધેલ બોર છે.
પ્રેમ એટલે ગમતી વ્યક્તિને રુઠવાનો મનાવાનો અનોખો રિવાજ,
પ્રેમ એટલે એકબીજા ના ગમા અણગમા સ્વીકારવા ની વાત.
પ્રેમ એટલે એકબીજા નો હાથ પકડી ને સામા પવને ચાલવાની સફર,
પ્રેમ એટલે કોઈના ખુશી નુ કારણ,
પ્રેમ એટલે દુર દુર સુધી નો સહ પ્રવાસી.
પ્રેમ એટલે નિઃસ્વાથઁ પણે લુંટાઈ ને શુન્ય થઈ જવું
પ્રેમ એટલે ઘણું બધું છતાં કાંઈ જ નહીં.
*ધમેઁશ* પ્રેમ એટલે જીવન અને વણઁવી નો શકાય એવું અપૂણાઁક.
– ધર્મેશ કાળા