રાજપીપળા, તા 18
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના જન્મદિવસ નિમિતે
રાજપીપલા શહેર દ્રારા કોવિડ -૧૯ રસીકરણ ભાજપના આગેવાનો કાર્યકરોમા
જન સેવા આજ પ્રભુ સેવાના આશયેવડીલોને રસી મુકાવી જન્મ દિવસની ઉજવણી
કરી હતી. પ્રદેશ અધ્યક્ષના સારા સ્વાથ્ય માટે ભાજપના આગેવાનો કાર્યકરો
શુભેચ્છાઓ પાઠવી હતી.
આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ટેકરા ફળિયા રાજપીપલા ખાતે
વેકસીનેશન સેન્ટરની રાજપીપલા શહેર મંત્રી અજીત પરીખ દ્રારા
વડીલોને રસીકરણ ઝુબેશમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. અને
તેમનો ઉત્સાહ વધાર્યો હતો તથા તેમના સંપર્કમાં હોય તેવા વડીલો ને પણ
રસીકરણ માટે તૈયાર કરી રસી આપવવા વિંનતી કરી હતી.
કોવિડ- ૧૮ રસીકરણ અભિયાનના જિલ્લાના અને મંડળના
ઈન્ચાર્જનોંની વરણી પ્રમુખ ધનશ્યામ ભાઈ પટેલ દ્વારા કરવા આવી હતી
જીલ્લા ઈન્ચાર્જ ડો.દર્શનાબેન દેશમુખ જીલ્લા સહ ઈન્ચાર્જ આશિષ પટેલ
તિલકવાડા ગોરાગભાઈ બારીયા , ગરૂડેશ્વર ડો. ધવલભાઈ, નાંદોદ પાર્થભાઈ
પટેલ, ડેડીયાપાડા હિતેન્દ્રભાઈ વસાવા સાગબારા રોહનભાઈ વસાવા ,
રાજપીપલા શહેર અજીતભાઈ પરીખ.
તસ્વીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા