નર્મદા જિલ્લામાં આ વખતે કોરોના મહા મારીથી બચવાગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલી વાર ઓનલાઈન પ્રદર્શન યોજાશે.

આ વખતે ચોક્કસ જગ્યાએ સમૂહ મા વિજ્ઞાન મેળો યોજાશે નહીં.

જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળા મા કરી વિડીયો ઉતારી લિંક શેર કરશે.
રાજપીપળા તા 18

દર વર્ષે નર્મદા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય છે .જેમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો પોતાના વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કરતા હોય છે. તમામ બીઆરસી સીઆરસી અને જિલ્લા કક્ષાએ ત્યારબાદ આ રાજ્ય કક્ષાએ આકૃતિઓ જતી હોય છે .પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે શાળાઓ બંધ હતી હવે જ્યારે શાળાઓ પણ ખુલી છે ત્યારે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમા કોરોના નું સંક્રમણ ન થાય માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વખતે પહેલી વાર ઓનલાઇન ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે ચોક્કસ જગ્યાએ વિજ્ઞાન મેળો યોજાશે નહીં. પરંતુ જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળાએ કરવાનો હશે રહેશે. અને વિડીયો ઉતારી લિંક શેર કરવાનીરહેશે. આ અંગે નિર્ણયનિર્ણાયકોં પણ લિંક ઓપન કરીને વિડીયો ચેક કરીને નિર્ણય આપશે.જયાં નેટ ની સુવિધા નહિ હોય ત્યાં વિડીઓ મોકલાવાનો રહેશે. આ માટેના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એસ.વી.એસ સરદાર કક્ષાનો ઓનલાઇન પ્રદર્શન એસ.વીએસ નર્મદા કક્ષાનો ઓનલાઇન પ્રદર્શન તેમજ કેન્દ્ર કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન 23 માર્ચના રોજ યોજાશે. એઉપરાંત પ્રાથમિક વિભાગમાં તાલુકા કક્ષાનું પ્રદર્શન નાંદોદ ગરુડેશ્વર તિલકવાડા સાગબારા અને ડેડીયાપાડા તાલુકા નું પ્રદર્શન 25 અને 26 માર્ચ દરમિયાનબે દિવસનુ યોજાશે. જિલ્લા કક્ષાનું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું પ્રદર્શન તારીખ 30 અને 31 માર્ચ બે દિવસ દરમિયાન ઓનલાઇન પ્રદર્શન યોજાશે. વિદ્યાર્થીઓ પોતાની શાળા કક્ષાએથી વિજ્ઞાન પ્રોજેક્ટ ની કૃતિઓ રજુ કરી ઓનલાઈન લિંક રજૂ શેર કરશે .આ માટે પ્રાથમિક વિભાગના પ્રદર્શન માટે નિર્ણાયક ની વ્યવસ્થા સી.આર.સી.કક્ષાએ થશે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનના જિલ્લાકક્ષાના પ્રદર્શન માટે ઓનલાઈન. લિંક તેમજ નિર્ણાયક ની વ્યવસ્થા રાજપીપળા ડાયેટ ખાતેથી કરવામાં આવશે .
આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કુલ પાંચ વિભાગો નક્કી કરવામાં આવ્યા છે.જેમા ઇકો ફ્રેન્ડલી સામગ્રી, ત્યાર પછી સ્વાસ્થ્ય , આરોગ્ય અને સ્વચ્છતા, તથા આદાન-પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર તેમજ ઐતિહાસિક વિકાસ અને ગાણિતિક નમૂનાઓ આ વિભાગોમાં ત તેઓ પોતાની કૃતિ આ વખતે ઓનલાઈન શેર કરીનેરજૂ કરશે .

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા